મુંબઇઃ સોમવારે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો છે. લતા મંગેશકરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયામાં રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય તથા લાંબા ઉંમરની પ્રાર્થના કરી હતી.
લતા મંગેશકરે ટ્વીટ કરીને કહ્યું, નમસ્કાર, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ, તમારા માટે મારી આ રાખડી, પોતાની પોસ્ટ સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયોમાં લતા મંગેશકર તથા વડા પ્રધાનની તસવીરો છે. વીડિયોમાં લતાજીનો અવાજ સાંભળવા મળે છે. તેમણે કહ્યું હતુંઃ નરેન્દ્રભાઇ, આજે રક્ષાબંધનના શુભ અવસર પર હું તમને પ્રણામ કરું છું. આજે તમને રાખડી તો મોકલાવી શકી નથી અને તેનું કારણ આખી દુનિયાને ખબર છે. નરેન્દ્ર મોદી તમે આ દેશ માટે આટલું કામ કર્યું છે અને આટલી સારી વાતો કરી છે. અને આ બધું દેશવાસીઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી.