વડોદરાઃ જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૌથી પહેલા ૨૦ જુલાઇએ ધારાસભ્ય ઇનામદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ ૨૧ જુલાઇએ તેમના પુત્ર અક્ષર પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૨૪ જુલાઇએ કેતન ઇનામદારના ભત્રીજા સહિત ૨ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત તેમના ડ્રાઇવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેતન ઇનામદાર સહિત પરિવારના પાંચ સભ્યો હાલ હોસ્પિટલમાં છે.