પતિઃ ડાર્લિંગ, કાલે તેં તારી જીભ ઉપર કંકુ - ચોખા અને ફૂલ શા માટે મૂકેલા?
પત્નીઃ કાલે દશેરા હતા... શસ્ત્રપૂજા કરી!
•
પુરુષો બહાદુર હોય છે. ભલ ભલી હોરર ફિલ્મથી એમને ડર નથી લાગતો પણ...
પણ જો ફોનમાં પત્નીના પાંચ મિસ-કોલ દેખાયા, તો...
•
ચિંટુની ડેલી પાસે ભીખારી જમવા બેઠો.
ચિંટુઃ શું કરે છે?
ભીખારીઃ ખાઉં છું.
ચિંટુઃ રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં?
ભીખારીઃ ના, કાલે તમને શાક ગરમ કરવા દીધું’તું એ હજી પાછું નથી આવ્યું.
•
સંતાને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નવી જોબ મળી. પહેલાં જ દિવસે તેણે મોડી રાત સુધી કામ કર્યું.
બોસ ખુશ થઈ ગયા અને બોલ્યા, ‘સંતા, તેં તો આજે મોડે સુધી કામ કર્યું લાગે છે, હું બહુ ખુશ થયો. આજે શું કર્યું એ તો કહે.’
સંતાઃ બોસ, આ કોમ્પ્યુટરનું કી-બોર્ડ કેવું વિચિત્ર હતું? એક પણ આલ્ફાબેટ લાઇનસર નહોતો. મેં બધા ઉખાડીને એ બી સી ડી.... પ્રમાણે ગોઠવી દીધા!
•
ઘણા ટાઈમથી મચ્છરો સંતાને કરડી રહ્યા હતા. સંતા અકળાયો. ઊભો થઈને ઝેરી દવા પીને પથારીમાં પડ્યો અને મોટેથી બોલ્યો, ‘તમારી માનું દૂધ પીધું હોય તો હવે કરડી બતાવો. તમારામાંથી એકેય જીવતો રહે તો કહેજો.’
•
એક લેખકે પોતાનું નવું પુસ્તક તેમની પત્નીને સમર્પિત કરતાં લખ્યુંઃ ‘મારી પત્નીને સમર્પિત, કે જેની ગેરહાજરીના કારણે જ હું પુસ્તક લખી શક્યો!’
•
ચંગુએ મંગુને પૂછ્યુંઃ જિંદગીમાં તું કેટલી વાર નિષ્ફળ ગયો છે?
મંગુઃ ક્યારેય નહીં.
ચંગુઃ પણ એ કેવી રીતે બની શકે?
મંગુઃ મેં કદી કોશિશ જ નથી કરી પછી નિષ્ફળ જવાનો સવાલ જ ક્યાં આવે?
•
શું ફરક હોય છે દવા અને દારૂમાં?
દવા ગર્લફ્રેન્ડ જેવી હોય છે જેમાં ‘એક્સ્પાયરી ડેટ’ લાગેલી હોય છે.
જ્યારે દારૂ પત્ની જેવી હોય છે જેટલી જુની થાય એટલી માથે ચડીને કીક આપે છે.
•
સાસરીમાં જમાઈનું માનપાન શા માટે વધારે હોય છે?
- કારણ કે એ લોકો જાણે છે કે અમારા ‘વાવાઝોડા’ને આમણે જ સાચવ્યું છે!
•
એક શ્રીમાન ઓફિસ જવા માટે સવાર સવારમાં બસમાં ચઢ્યા તો કંડકટરે તેને હસીને પૂછ્યું, ‘કાલે રાતે તમે ઘરે તો બરાબર પહોંચી ગયા હતા ને?’
શ્રીમાન (આશ્ચર્યથી)ઃ કેમ? કાલે મને વળી શું થયું હતું?
કંડકટરઃ સાહબે, તમે પીને એકદમ ટૂન્ન હતા.
સાહેબ (ગુસ્સામાં)ઃ તું આવું કેવી રીતે કહી શકે? મેં તો તારી સાથે કોઈ વાત પણ કરી નહોતી.
કંડકટરઃ એમાં એવું છે કે સાહેબ, કાલે રાત્રે જ્યારે તમે બસમાં બેઠા હતા પછી એક મેડમ ચઢ્યા અને તમે તેને તમારી સીટ ઓફર કરેલી.
સાહેબઃ તો તેમાં શું ખરાબ થયું? એ તો કરવું જ જોઈએ ને? એને મારા નશા સાથે શું સંબંધ? શું મેં કોઈ ગુનો કર્યો હતો તેમાં?
કંડકટરઃ ગુનો તો નહીં સાહેબ, પણ આખી બસમાં તમે બે જ મુસાફરો હતા અને તમે તમારું ઉતરવાનું આવ્યું ત્યાં સુધી ઊભા ઊભા જ મુસાફરી કરેલી.

