હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં કોરોના હદ બહાર વકરી ગયો છે. હિંમતનગર સહિત જિલ્લાના અનેક ઠેકાણે કોરોના પોઝિટીવના કેસ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે. ત્યારે હિંમતનગરમાં ઓક્સિજનના અભાવે ૧૩ જણાએ જીવ ખોઈ દીધા છે. ઓછામાં પૂરૂ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખલાસ થઈ ગયો હોવાથી નવા દર્દીઓને દાખલ કરી શકાતા નથી. સાથે સાથ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત હોવાને લીધે કારાબજાર થવા લાગ્યા છે તેમ છતાં ઇન્જેક્શન મળતા નથી.
જિલ્લામાં આવેલા તમામ તાલુકાઓમાં કોરોના પોઝિટિવના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા હોવાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે. તો બીજી તરફ કોરોનાના દર્દીની સારવારમાં વપરાતા ઓક્સિજનનો જથ્થો ખુટી ગયો ચે તેની સૌથી વધુ અસરો જિલ્લીની ખાનગી હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. ઓક્સિજન ન હોવાને કરાણે જરૂરિયાત મંદો પોન કેર તો ઓક્સિજન નથી તેમ કહીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા નથી. જેના લીધે દર્દી તથા તેના પરીજનો જાય તો ક્યાં જાય તેમ પૂછી રહ્યા છે. હિંમતનગર સિવિલમાં તથા અન્ય ખાનગી દવાખાનાઓમાં શનિવારે ૧૨ લોકોએ જાન ગુમાવ્યા છે. સિવિલમાં ૧૦૮ એમ્બ્યુલન્સની લાઈન પરિસ્થિતિની ભયાનકતા બતાવી રહી છે.