ગાંધીગામ: કંડલામાં મંગળવારે લાંગરેલા જહાજના કેપ્ટન આપેલા સંદેશથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. સૂત્રોના જણાવ્યું કે કંડલામાં લાંગવેરા આદિત્ય કંડલા કસ્ટમને જાણ કરી હતી કે તેમના જહાજમાં રહેલા કેટલાક ક્રુ સભ્યો પાસેથી ડ્રગ્સ હોવાનું સામે આવતા તેમણે જથ્થો અંગેના સંદેશથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ હતી અને તપાસમાં જોતરાઇ હતી. તો વેસલ પર પહોંચીને કસ્ટમ વિભાગે ત્રણ લોકોની અટકાયત કરી હતી.