ધર્મશાળાઃ આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાએ પૃથ્વી દિવસ પર તમામને અપીલ કરી છે કે પૃથ્વી પર આવતી તમામ મુશ્કેલીઓ અને તકો બંને પર વિચાર કરો. દલાઇ લામએ કહ્યું કે, આ ગ્રહ એક સુંદર ઘર છે. તેનું જીવન જ આપણું જીવન છે. તેનું ભવિષ્ય આપણું ભવિષ્ય છે. હકીકતમાં પૃથ્વી તમામ માટે માતાની જેમ કામ કરે છે. જ્યાં સુધી આપણે સાથે મળીને કામ નહીં કરીએ, ત્યાં સુધી તેનો ઉકેલ નહીં આવે.
દલાઇ લામાએ ક્લાઇમેન્ટ ચેન્જનો મુદ્દો છેડતા કહ્યું કે, પૃથ્વી પર વધતુ તાપમાન અને ઓઝોનના પડને નુકસાન જેવી વૈશ્વિક મુશ્કેલીઓ સામે વિવિધ સંગઠનો અને થોડા દેશો કશું નહીં કરે શકે, આપણી ધરતી માતા આપણને સાર્વભૌમ કર્તવ્યના પાઠ ભણાવે છે. જેમ કે, પાણીના મુદ્દાનો વિચાર કરો. આજે દુનિયાના અનેક ભાગોમાં પૂરતા પ્રમાણમાં જળ, સ્વચ્છતા અને સ્વચ્છ વાતાવરણના અભાવથી માતાઓ-બાળકોનું જીવન પહેલેથી જ સંકટમાં છે. દુનિયાભરમાં જરૂરી જ સંકટમાં છે. દુનિયામાં જરૂરી આરોગ્ય સેવાની અછતથી આશરે બે અબજ લોકો મુશ્કેલીમાં છે.