સાઉદીથી ૮૦ ટન ઓક્સિજન રવાના, કંડલામાં સિલિન્ડરના પાઇપ ઉતર્યા

Wednesday 28th April 2021 06:03 EDT
 

ગાંધીધામ-કંડલા: ઓક્સિજન ખૂટી ગયાની ચોતરફ ઉઠી રહેલી બૂમ વચ્ચે સરકારે વિવિધ દેશોનો સંપર્ક સાધીને ‘ઓપરેશન ઓક્સિજન મૈત્રી’ની શરૂઆત કરી છે. જે અંતર્ગત મુંદ્વા પોર્ટ પર ૪ ક્રાયોજેનિક ટેંક સાથે ૮૦ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનો જથ્થો સાઉદી અરેબીયાથી આવવા રવાના થયો હતો. ડીપીટી, કંડલા બંદર પર ઓક્સિજનનું સિલિન્ડર બનાવવાના ૪૭૨૨.૮૨ મેટ્રિક ટન સ્ટીલના પાઇપ, ૧૩૮૯.૪૭ એમટી સ્ટીલ બાર, ૮૯૨.૩૨૬ એમટી જંબો બેગ અને ૧૭૦.૫૩૫ પ્રોજેક્ટ કાર્ગો ઉતારાયો હતો.
‘ઓપરેશન ઓક્સિજન મૈત્રી’ અંતર્ગત પોર્ટસમાં ઓક્સિજન કે તેને લગતા સંશાધનોને વહન કરતા જહાજોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરાયો છે. તેની ડ્યુટીમાં પણ છૂટ છાટની જાહેરાત કરાઇ છે.
આ તમામ નિર્ણયો કેટલાટ અંશે અસરકાર રહ્યો હોય કેમ કચ્છના બંને મુખ્ય બંદર કંડલા અને મુંદ્રા પર ઓક્સિજન અને તેની લગતી સામગ્રીઓના આયાતનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.


comments powered by Disqus