સિદ્વપુરનો દર્દી એમ્બ્લ્યુલન્સના રૂ. ૧.૭૦ લાખ ખર્ચી મુંબઇ સારવાર માટે ગયો

Wednesday 28th April 2021 06:06 EDT
 

સિદ્વપુર: સિદ્ધપુરની કોર્ટ પાછળ આવેલી ગ્રીનક્રોસ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષિય રજબ અલ્લી કોરોના સંક્રમિત થતાં શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા પરંતુ મુંબઈ રહેતા પરિવારની ઈચ્છા મુજબ અમદાવાદની ICU એમ્બ્યુલન્સ દ્વારા શનિવારે મુંબઇ રવાના થયા હતા. એમ્બ્યુલન્સનું સિધ્ધપુરથી મુંબઈ જવાનું ભાડું રૂ.૧.૭૦.૦૦૦ નક્કી થયું હતું જેના એડવાન્સ પેટે પરિવારજનોએ રૂ.80,000 ચૂકવ્યા હતાં.
રજબ અલીનું વતન સિધ્ધપુર છે પરંતુ મુંબઇમાં તેમનો બહોળો પરિવાર છે જ્યાં તેઓને સગવડ અને સવલતો મળે તે માટે મુંબઈ જવાનું નક્કી કર્યું હતું. તેઓએ આઇસીયુ વાન તપાસ કરતાં આખરે અમદાવાદથી કોઇ સંસ્થામાંથી એસી અને ઓક્સિજન સાથેની વાન નક્કી કરી હતી. આઈસીયુ ઓન વ્હીલ માં એક ડૉક્ટર અને નર્સ પણ હોય છે તેમજ ઓક્સિજન સાથે પ્રાથમિક સારવારની વ્યવસ્થા હોય છે. જેથી આખા રસ્તે ટ્રીટમેન્ટ મળી રહે તે માટેનો ચાર્જ હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus