અડધા ગુજરાતે બે મહિના મફતનું અનાજ ખાધું હોવાનો સરકારનો દાવો

Wednesday 07th July 2021 06:17 EDT
 
 

અમદાવાદઃ : રાજ્યમાં મે અને જૂન મહિનામાં ૩.૪૧ કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફતમાં અનાજની વહેંચણી કરવામાં આવી છે. પોપ્યુલેશન પ્રોજેક્શન રિપોર્ટ મુજબ, ગુજરાતની અંદાજીત વસતી ૬.૭૯ કરોડ છે. એટલે કે રાજ્યની અડધી વસતીને દર મહિને મફતમાં ૫ કિલો અનાજ આપવામાં આવે છે. મે અને જૂન મહિનામાં ૩ કરોડ ૪૧ લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો. એફસીઆઇ દ્વારા ૨.૩૯ એલએમટી (લાખ મેટ્રિક ટન) અને ૧.૦૩ એલએમટી ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બે મહિના દરમિયાન, રૂ.૧,૧૬૭ કરોડના અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. એફસીઆઇના જનરલ મેનેજર અસીમ છાબડાએ આ વાતને અનુમોદન આપ્યું હતું કે, ૩.૪૧ કરોડ લોકોને દર મહિને મફતમાં અનાજ અપાય છે. જે અંદાજે અડધી વસ્તી જેટલા લોકો થાય છે.
નોંધનીય છે કે કોરોનાકાળ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. ગરીબીની રેખા હેઠળ જીવતા લોકો સિવાય મધ્યમવર્ગ માટે આ યોજના અમલી હતી.


comments powered by Disqus