કોરોના હળવો થતા રાજકોટથી મુંબઇ-દિલ્હીની ફ્લાઈટ શરૂ થશે

Wednesday 07th July 2021 06:30 EDT
 

રાજકોટઃ કોરોના મહામારીનો કહેર હળવો થતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવાઇ સેવામાં વધારા સાથે મુસાફરોનો ટ્રાફિક પણ વધવા લાગ્યો છે. અને તેની સાથે રાજકોટ એરપોર્ટના એર ફ્રિકવન્સીમાં વધારો થવા લાગ્યો છે. ત્યારે આગામી તા.૧૨મી જુલાઈથી રાજકોટ મુંબઇ અને દિલ્હી વચ્ચે વિમાની સેવાનો વિસ્તાર થશે. જેમાં ૧૨મી જુલાઈથી ઈન્ડિગો અને ૧૫મી જુલાઈથી સ્પાઇસ જેટની ફ્લાઈટ ઉડાન ભરશે.
આગામી ૧૨ મી જુલાઈથી ઈન્ડિગો દ્વારા મુંબઈથી રાજકોટ વચ્ચે ફલાઇટ શરૂ કરાશે. એ ફ્લાઇટ સવારના ૧૦.૩૦ કલાકે ઉપડશે અને રાજકોટ પહોંચી બપોરે ૧૨:૧૫ કલાકે પરત મુંબઈ જવા ઉડાન ભરશે. દિલ્હીથી ફ્લાઇટ સવારે ૧૦:૪૦ કલાકે રાજકોટ જવા માટે ઉપડશે અને બપોરે ૧૨:૩૫ કલાકે રાજકોટ પહોંચશે. ત્યારબાદ રાજકોટથી બપોરે ૧ વાગ્યે ઉપડી દિલ્હી બપોરે ૩ વાગ્યે પહોંચાડશે. જેના માટે હાલ બુકિંગ માટે શેડ્યુલડ જાહેર થયું છે.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા ત્રણથી છ મહિનાના સમયના અંતરે ઇન્સ્ટ્રુમેન્ટલ લેન્ડિંગ સર્વિસ માટે સંકલન કરાતું હોય છે. આ તપાસમાં ખાસ એરક્રાફ્ટને રન–વે પર ત્રણથી ચાર વખત ટેકઓફ અને લેન્ડિંગ કરવામાં આવે છે. ૫ નંબરના રન વે અને ૨૩ના રન વેની ચકાસણી કરાઈ હતી.


comments powered by Disqus