ઝઘડિયા તાલુકામાં લવ જેહાદનો કિસ્સોઃ વિધર્મી યુવાન સગીરાને ભગાડી ગયો

Wednesday 07th July 2021 07:00 EDT
 
 

ભરૂચઃ તાલુકામાં લવ જેહાદ જેવો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતો વિધર્મી યુવક લગ્નની લાલચ આપી ૧૪ વર્ષીય હિન્દુ સગીરાને ભગાડી જતાં પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સગીરાની માતાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ કરતા વિધર્મી યુવક વિરુદ્ધ પોકસો કલમ હેઠળ ગુનોનોંધી તપાસ હાથ ધરાઈ છે.
ઝઘડિયા તાલુકામાં પણ વિધર્મી યુવક દ્વારા હિન્દુ સગીરાને પ્રેમ જાળમાં ફસાવવાનો લવ જેહાદ જેવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાલુકાના એક ગામમાં રહેતો મુબારક ઈસ્માઈલ દિવાન નામનો વિધર્મી યુવક તેના જ ગામની ૧૪ વર્ષીય હિન્દુ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી છે. જે બાબતે સગીરાની માતાએ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવકની ધરપકડ બાદ યુવતીનું ધર્માંતરણ કરાવ્યું હશે તો લવ જેહાદના કાયદા હેઠળનો પણ ગુનો દાખલ કરાશે.

વાપીમાં મુસ્લિમ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી

જિલ્લાના વાપી તાલુકાના સલવાવ ખાતે રહેતા એક પરિણીત મુસ્લિમ યુવકે પોતે હિન્દૂ અને તેના પાલક માતા પિતા મુસ્લિમ હોવાનું જણાવી હિંદુ યુવતીને પ્રેમ જળમાં ફસાવી હતી. યુવતી સાથે તેની મરજી વિરૂદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીને યુવકની તમામ હકીકત ખબર પડે તે પહેલાં યુવકે તેનો અશ્લિલ વીડિયો સોશ્યલ મીડિયાના માધ્યમથી મોકલીને યુવતીને પણ તેનો વીડિયો મોકલવા દબાણ કરતા યુવતીએ તેનો નગ્ન વિડીયો યુવકને મોકલાવ્યો હતો. યુવકની પત્ની દ્વારા યુવતીના માતા પિતાને મોકલી આપવાની ધમકી આપી યુવકે યુવતીને યુવક સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરાવતો હતો. યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા યુવક
અને તેની પત્નીની ધરપકડ કરી હતી.


comments powered by Disqus