ડો. રાહીના પુસ્તકને સાહિત્ય અકાદમીનું પારિતોષિક જાહેર

Wednesday 07th July 2021 06:31 EDT
 

રાજકોટ: લેખક તેમજ જાણીતા કવિ વિવેચક સંશોધક અને સંપાદક ડો.એસ.એસ.રાહીના પુસ્તક ગુજરાતી ભાષાના ૫૦ ગઝલરત્નોને આત્મકથા રેખાચિત્ર,જીવનચરિત્ર વિભાગમાં દ્વિતીય પુરસ્કાર જાહેર થયો છે. અમદાવાદના આદર્શ પ્રકાશને આ પુસ્તક ૨૦૧૮ની સાલમાં પ્રગટ કર્યું છે. ડો. રાહીના કુલ ૩૯ પુસ્તકો પ્રગટ થયા છે. તેમાં ગઝલ, વિવેચક, સંશોધન, મુલાકાત અને સંપાદિત પુસ્તકોના સમાવેશ થાય છે.


comments powered by Disqus