પ. બંગાળમાં કોંગ્રેસને આંચકોઃ દાદાનો દીકરો દીદીની પાર્ટીમાં

Wednesday 07th July 2021 07:32 EDT
 
 

કોલકાતાઃ પશ્વિમ બંગાળમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખરજીના પુત્ર અભિજિત મુખરજી મમતા બેનરજીની પાર્ટી તૃણમૃણ કોંગ્રેસમાં જોડાયા છે. અભિજિત ૨૦૧૨અને ૨૦૧૪માં કોંગ્રેસની ટિકિટ પર પશ્વિમ બંગાળની જંગી લોકસભા સીટ પરથી ચૂંટાયા હતા. પરંતુ ૨૦૧૯માં તેમનો પરાજય થયો હતો. ત્યારથી તેઓ સાઇડ લાઇન હતા. આખરે તેમને કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું.


comments powered by Disqus