ભારતનું વિદેશી હૂંડિયામણ ૬૦૯ અબજ ડોલરની વિક્રમજનક સર્વોચ્ચ સપાટીએ

Wednesday 07th July 2021 07:38 EDT
 
 

નવીદિલ્હીઃ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ ૨૫ જૂને પુરા થતા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી હુંડિયામણ ભંડારો ૫,૦૦૬ અબજ ડોલર વધીને ૬,૦૮,૯૯૯ અબજ ડોલરની વિક્રમજનક સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. તે પહેલાંના સપ્તાહમાં ગોલ્ડ અને કરન્સી એસેટમાં ઘટાડો નોંધાતાં વિદેશી હૂંડિયામણ ભંડારો ૪.૧૪૮ અબજ ડોલર ઘટીને ૬,૦૩,૯૩૩ અબજ ડોલરની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
આ સપ્તાહ દરમિયાન એફસીએ ૪.૭ અબજ ડોલર વધીને ૫૬૬.૨૪ અબજ ડોલરની સપાટીએ નોંધાઈ હતી. સુવર્ણ ભંડારો પણ ૩૬.૫ કરોડ ડોલર વધીને ૩૬.૨૯૬ અબજ ડોલરની સપાટીએ પહોંચ્યા હતા. IMF સાથેના સ્પેશ્યલ ડ્રોઇંગ રાઈટ ૧.૪૯૮ ડોલર જેટલા યથાવત રહ્યા હતા.
પ્રધાન પિયુષ ગોયલ તેમજ શેહરી વિકાસ પ્રધાન હરદીપસિંહ પુરીએ એક પત્રકાર પરિષદમાં દેશની આર્થિક સ્થિત વિશે જાણકારી આપી હતી. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે કોરોનાના બીજા મોજાના ગંભીર સંકટ વચ્ચે પણ અર્થવ્યવસ્થા ટ્રેક પર ચાલી રહી છે.
એપ્રિલ ૨૦૨૧માં દેશને અત્યાર સુધીનો સૌથી ઊંચો નિકાસ વૃદ્ધિ દર હાંસલ કર્યો છે. એપ્રિલ ૨૦૨૦ને મુકાબલે તે ૨૦૧ ટકા વધુ નોંધાયો છે. દેશે આટલી વૃદ્ધિ ક્યારેય નોંધાવી નહોતી.


comments powered by Disqus