મેહુલ ચોક્સી મુદ્દે ષડ્યંત્ર રચવાની વાત બકવાસ : ડોમિનિકા PM

Wednesday 07th July 2021 07:17 EDT
 
 

નવીદિલ્હીઃ પંજાબ નેશનલ બેંક સાથે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર આરોપી મેહુલ ચોક્સી હાલ ડોમિનિકાની જેલમાં બંધ છે. મેહુલ ચોક્સીએ તેમના અપહરણ અને હત્યાની કોશિશને લઇને મોટા ષડ્યંત્રનો દાવો કર્યો હતો. જેનો જવાબ આપતા મીડિયા સાથેની વાતચીતમાં ડોમેનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટને મેહુલ ચોક્સીના દાવાઓને બકવાસ ગણાવ્યા હતા. આ અંગે તેઓએ વધુમાં કહ્યું હતું કે ડોમિનિકાની સરકાર અને એન્ટિગુઆની સરકારની ભારત સરકારની સાથે કોઇપણ પ્રકારની મીલીભગતની વાત બીલકુલ ખોટી, મનઘડંત અને બકવાસ છે. અમારી સરકાર કાયદાને સમાનરૂપે લાગુ કરશે ભલે ગુનાનો આરોપ કોઇના પર પણ લાગ્યો હોય. આ બધી વાતો ફ્ક્ત મેહુલ ચોક્સીની કોરી કલ્પનાઓ છે.


comments powered by Disqus