મોદી સાથેની સેલ્ફી બતાવી ૧૫ જણે ૧૦-૧૦ થેલી દૂધ મફત મેળવ્યું

Wednesday 07th July 2021 06:59 EDT
 

વડોદરાઃ શહેરની ટીમ રિવોલ્યુશન સંસ્થા દ્વારા ભાવવધારાના વિરોધમાં ૧ લિટર પેટ્રોલ મફત આપ્યા બાદ ૪ જુલાઇએ અમુલ ગોલ્ડ દૂધની ૩,૩૦૦ થેલીઓ મફતમાં આપી હતી. જેમાં વડાપ્રધાન સાથેનો ફોટો બતાવીને ૧૫ લોકોએ ૧૫૦ થેલી અને ડે. સીએમ સાથેનો ફોટો બતાવીને ૨ લોકો ૧૦ થેલી લઇ ગયા હતા.  પરંતુ મુખ્યપ્રધાન સાથેનો ફોટો કોઇ પાસે ન હોવાથી તેમના નામે એક પણ દૂધની થેલી અપાઇ ન  હતી. દૂધ મેળવવાની શરત એટલી કે, તેમની પાસે વડાપ્રધાન, મુખ્યપ્રધાન, ધારાસભ્યો, કે કોર્પોરેટરો સાથેનો સેલ્ફી ફોટો હોવા જોઇએ. જે આધારે વડાપ્રધાનના ફોટા સાથે ૧૦ થેલી, મુખ્યપ્રધાન, ના. મુખ્યપ્રધાન સાથે ૫ થેલી. ધારાસભ્યો, સાથે ૩ થેલી અને કોર્પોરેટરો સાથે ફોટો હોય તો ૨ થેલી મફત અપાઇ હતી. જો કોઇ નેતા સાથેનો ફોટો ન હોય તો ‘બહુત હુઇ મહંગાઇ કી માર-અબકી બાર મહંગી સરકાર’નો નારો બોલાવી ૧ થેલી મફત અપાતી હતી. લગભગ ૯૫ હજારની ૩,૩૦૦ થેલી દૂધ મફત અપાયું હતું. સ્થળ પર ૩,૫૦૦ લોકોએ લીબું શરબત પીવડાવાયું હતું.


comments powered by Disqus