રાજકોટનો ૧૦ વર્ષનો જાગ્રત કોર્મ્યુલા કાર્ટ રેસિંગમાં જોડાયો

Wednesday 07th July 2021 06:37 EDT
 
 

રાજકોટ: રાજકોટમાં ૧૦ વર્ષના જાગ્રત દેત્રોજાએ ભારત દેશનું નામ યુરોપની ધરતી પર ફોર્મ્યુલા કાર્ટ રેસિંગમાં રોશન કર્યું છે. આ મુદ્દે બાળકના પિતાએ કહ્યું કે, તેમના પુત્રને ૭ વર્ષની ઉંમરથી જ રેસિંગમાં રસ પડતા પરિવાર સ્પેનના વેલેનસિયામાં સ્થાયી થયો હતો. જાગ્રતે ૭મા વર્ષે નેશનલ રોટેક્ષ કાર રેસિંગમાં ભાગ લીધો હતો, અને ઉત્કૃષ્ઠ પદ પ્રાપ્ત કર્યું હતું. હાલ સમગ્ર યુરોપમાં જાગ્રત એક માત્ર ભારતીય કાર્ટ ડ્રાઇવર છે. અને યોજાતી દરકે ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યો છે. વધુમાં તેમના પિતાએ કહ્યું હતું કે, બાળકમાં રેસિંગ અંગે લગાવ જોવા મળતા તેને રેસિંગ ક્ષેત્રે આગળ વધારવા માટે સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે.


comments powered by Disqus