વિપુલ ચૌધરીની વિદેશ પ્રવાસની અરજી કોર્ટે ફગાવી

Wednesday 07th July 2021 07:05 EDT
 
 

અમદાવાદ: મહેસાણાની દૂધસાગર ડેરી બોનસ કૌભાંડમાં આરોપી વિપુલ ચૌધરીને સિટી-સિવિલ સેશન્સ કોર્ટે વધુ એક વાર ઝટકો આપ્યો છે.
વિપુલ ચૌધરીએ અમેરિકામાં ભણતા તેના દિકરાના કોમેન્સમેન્ટ સેરેમની (શૈક્ષણિક સત્રનો કાર્યક્રમ)માં હાજરી આપવા અમેરિકા જવાની ઈચ્છા વ્યક્તિ કરીને તેના પાસપોર્ટની માગ કરવામાં આવી હતી.
જો કે, સેશન્સ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. કોર્ટમાં ખાસ સરકારી વકીલે રિપોર્ટ પ્રસ્તુત કરીને રજૂઆત કરવામાં આવી હતી કે, ‘આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, ભૂતકાળમાં આરોપી ખોટી રીતે પાસપોર્ટ કઢાવીને કોર્ટની મંજૂરી વગર જ વિદેશ જઈ આવેલા છે.
આરોપી ગુનાહિત માનસ ધરાવે છે, તે વગદાર છે, તેથી તે વિદેશથી પરત ન આવે તેવી સંભાવનાને અવગણી શકાય નહીં. આ સંજોગોમાં આરોપીને પાસપોર્ટ પરત કરવો ન જોઈએ.’ આરોપીના વકીલની રજૂઆત હતી કે, ‘અમેરિકામાં ભણતાં તેના દિકરાના કોલેજની કોમેન્સમેન્ટ સેરેમની ભાગ લેવા માટે અમેરિકા જવા માગે છે. તે પુત્રના એડમિશનની પ્રક્રિયામાં પણ ભાગ લેશે. તેની સામેના કેસમાં પોલીસે તપાસ કરીને ચાર્જશીટ કરેલી છે.
અનેક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી અરજદાર વિદેશથી પરત આવે નહીં, તેવા કોઈ સંજોગો નથી. કોર્ટની તમામ શરતોનુ પાલન કરવા માટે તૈયાર છું. જેથી, કોર્ટ અરજદારને તેનેા પાસપોર્ટ પરત આપે.’


comments powered by Disqus