સામૂહિક બદલીના માત્ર દસ જ દિવસમાં કચ્છ કલેક્ટર પરત ફર્યા

Wednesday 07th July 2021 07:08 EDT
 

ગાંધીનગર: હજુ દસ દિવસ પહેલાં જ ગુજરાતના આઇએએસ અધિકારીઓની બદલીમાં કચ્છના કલેક્ટર ડી.કે.પ્રવીણાને બદલીને પંચમહાલ કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા અને તેમના સ્થાને સુજલ માયાત્રાની નિમણુંક થઇ, પણ આ ઓર્ડર ફેરબદલી કરીને પ્રવીણાને કચ્છ કલેક્ટર તરીકે પરત મુકાયાં છે.
ગુજરાત સરકારના એક મોટા નેતાના ખાસ વ્યક્તિ હાલ કચ્છમાં પાર્ટ, ખનીજ અને અન્ય ઘણાં ધંધા સાથે સંકળાયેલા છે. અને તેઓ ડી.કે.પ્રવીણા સાથે મળીને ધંધાનો વિકાસ કરતા હતા. તેમાંય કોરોના કાળ દરમિયાન પ્રવીણાએ નેતાના આ ખાસ વ્યક્તિનો પડ્યો બોલ ઝીલીને કામગીરી કરી હતી. પરંતુ થોડા સમયથી તેમની વચ્ચેના સમીકરણો થોડાં જુદાં બન્યા હતા અને તને કારણે જ પ્રવીણાની પંચમહાલ જેવા પછાત વિસ્તારમાં બદલી થઇ ગઇ હતી. તેની સામે રાજ્ય સરકારના એક ખૂબ મોટા અધિકારી પ્રવીણાને સંરક્ષણ પુરું પાડે છે. અને તેમની બદલી પણ તેમને ખાસ માફક ન આવી. તેમાંય નવા મુકાયેલા માયાત્રા હરિફ જૂથના નેતાના ખાસ હોવાનો અહેસાસ થતાં જ
આ બદલી હુકમ ફરી ફેરવી દેવાયો છે.


comments powered by Disqus