‘જન્નત મળશે’ની માન્યતાએ સુરતના ભટારનો સંતોષ ‘અબ્દુલ્લા’ બની ગયો

Wednesday 07th July 2021 06:57 EDT
 
 

સુરતઃ શહેરના ભટાર વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષીય યુવકનું માઇન્ડ વોશ કરી તેના મુસ્લિમ મિત્રો ઘરેથી ભગાડી ગયા હતા. ૭ વર્ષ બાદ પરિવારે પોલીસની મદદથી તેને શોધ્યો તો ખબર પડી કે તેણે ધર્મપરિવર્તન કરી લીધું છે.
સંતોષ પંઢર બે ભાઈ સાથે ભટારના આઝાદનગરમાં રહેતો હતો. મુસ્લિમ મિત્રો સાથે રખડતો હોવાથી ૨૦૧૩માં કોઈને કહ્યા વિના જતો રહ્યો હતો. ૨૦૨૦માં પોલીસ સારંગપુરથી લઈ આવી હતી. બાદમાં ફરી ભાગી જઈ હાલ દિલ્હી નજીકની મસ્જિદમાં કુરાનના પાઠ ભણાવતો હોવાનો વીડિયો પરિવારને મોકલી રહ્યો છે. સંતોષ ફોન પર તેના ભાઈઓ સાથે વાતચીત દરમિયાન એક વખત એવું બોલ્યો હતો કે હું મુસ્લિમ બની ગયો, એટલે મને હવે બધું મળશે, જન્નત મળશે. મને જમ્મુ-કાશ્મીરની બોર્ડરથી દેશ બહાર પણ મોકલવામાં આવશે.


comments powered by Disqus