અંબાજી મંદિરના ભંડારામાં ૪ વર્ષથી રૂ. ૫૦ લાખના પરચૂરણનો ભરાવો

Tuesday 07th December 2021 15:51 EST
 
 

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં માં અંબાના દર્શન કરવા આવતાં શ્રદ્ધાળુઓ યથાશક્તિ દાનથી ભંડારો છલકાવતાં હોય છે. જેમાં પરચૂરણનો પણ સમાવેશ થાય છે. જોકે, બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની બેંકો આ પરચૂરણ સ્વિકારવાનો ઇન્કાર કરતી હોવાથી છેલ્લા ૪ વર્ષથી માતાજીના ભંડારામાં રૂપિયા ૫૦ લાખની પરચૂરણનો ભરાવો થઇ ગયો છે.
જોકે, સમસ્યા એ સર્જાઇ છે. કે, જિલ્લાની મોટાભાગની બેંકો આ ચિલ્લર સ્વિકારવાની ના પાડતી હોઇ છેલ્લા ૪ વર્ષથી મંદિરના ભંડારામાં રૂ.50 લાખની પરચૂરણનો ભરાવો થઇ ગયો છે. આ અંગે મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારી એસ.સી. પ્રજાપતિએ જણાવ્યું કે, માતાજીના ભંડારામાં રૂ.એક, બે, પાંચ અને દસના સિક્કાનો ભરાવો થયો છે.


comments powered by Disqus