ચારુસેટના ડો. બિમલ પટેલ ઇન્ટરનેશનલ લો કમિશનમાં ચૂંટાયા

Tuesday 07th December 2021 15:39 EST
 
 

આણંદઃ ચાંગા સ્થિત ચારુસેટમાં ગવર્નિંગ બોડીના સભ્ય ડો. બિમલ પટેલનું સન્માન અને સીએસપીઆઈટીના પ્રિન્સિપાલ ડો. એ.ડી.પટેલનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ બંને મહાનુભાવોને બુકે, શાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. ડો. બિમલ પટેલ, સંયુક્ત રાષ્ટ્રમાં ૧ જાન્યુઆરી ૨૦૨૩થી શરૂ થતાં પાંચ વર્ષના કાર્યકાળ માટે ઈન્ટરનેશનલ લો કમિશન માટે ચૂંટાયા છે. જેમાં તેમને યુએન જનરલ એસેમ્બલીમાં ૧૯૨ સભ્યોમાંથી ૧ ૬૩ના મત મેળવીને જીત હાસીલ કરી હતી.
ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સીટી ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય અને ઇન્ટરનેશનલ લો કમિશનમાં ચૂંટાયેલા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર અને નેશનલ સિક્યોરિટી એડવાઈઝરી બોર્ડ ઓફ ઈન્ડિયાના પ્રોફેસર, ચરોતરના પનોતા પુત્ર ડો. બિમલ પટેલનો સન્માન સમારંભ અને ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ચારુસેટ સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજીના પ્રિન્સિપાલ ડો.એ.ડી.પટેલનો વિદાય સમારંભ યોજાયો હતો.
એશિયા-પેસિફિક જૂથની બેઠકોમાં ઈન્ડિયા 163 વોટ સાથે ટોચ પર રહ્યું હતું
ડો. બિમલ પટેલ જણાવ્યું હતું કે, આ ચૂંટણી ઘણી સ્પર્ધાત્મક રહી હતી. એશિયા-પેસિફિક જૂથની ૮ બેઠકો માટે ૧૧ મજબૂત ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી બિમલ પટેલે UN જનરલ એસેમ્બલીમાં હાજર અને મતદાન કરતા ૧૯૨ સભ્યોમાંથી ૧૬૩ના મત મેળવ્યા હતા, ઈન્ડિયા ૧૬૩ વોટ સાથે ટોચ પર રહ્યું છે. ત્યારબાદ થાઈલેન્ડને ૧૬૨, જાપાનને ૧૫૪ અને વિયેતનામને ૧૪૫ વોટ મળ્યા છે.


comments powered by Disqus