ડેઈલી ટેલિગ્રાફના બિલિયોનેર માલિકને જેલની શક્યતા

Wednesday 08th December 2021 07:45 EST
 
 

લંડનઃ ડેઈલી ટેલિગ્રાફના બિલિયોનેર માલિક સર ફ્રેડરિક બાર્કર્લેએ પૂર્વ પત્નીને હાઈ કોર્ટના આદેશ મુજબ ડાઈવોર્સ સેટલમેન્ટના ૫૦ મિલિયન પાઉન્ડ ચૂકવ્યા નહિ હોવા સબબે તેમને જેલ કરાવાની શક્યતા છે. લેડી હિરોકો બાર્કલેએ જજને યુકેના ઈતિહાસમાં સૌથી મોટા ડાઈવોર્સ સેટલમેન્ટમાં એકની ચૂકવણી નહિ કરાયા બદલ ૮૭ વર્ષીય પૂર્વ પતિને જેલમાં મોકલવા જણાવ્યું હતું.
સર ફ્રેડરિક અને લેડી હિરોકાના ૩૪ વર્ષના લગ્નજીવનના વિચ્છેદ પછી હાઈ કોર્ટે ૧૦૦ મિલિયન પાઉન્ડના સેટલમેન્ટનો આદેશ જારી કર્યો હતો. સર ફ્રેડરિકે તેનો પ્રથમ હપ્તો ચૂકવ્યો નથી. સર ફ્રેડરિકના વકીલોએ તેઓ કેસને પડકારશે તેવો સંકેત આપ્યો હતો. સર ફ્રેડરિકે તેમના મૃત જોડિયા ભાઈ સર ડેવિડ સાથે મળીને બિઝનેસ સામ્રાજ્ય સ્થાપ્યું હતું જેમાં રિટ્ઝ હોટેલ, ડિલિવરી બિઝનેસ યોડેલ, ઓનલાઈન રિટેઈલર વેરી ગ્રૂપ તેમજ ડેઈલી ટેલિગ્રાફ અને સ્પેક્ટેટરની માલિકીનો સમાવેશ થાય છે. લેડી હિરોકો બાર્કલેની અરજી પર જાહેરમાં આખરી સુનાવણી આગામી વર્ષની શરૂઆતમાં થઈ શકે તેવો સંકેત જજ જોનાથન કોહેને આપ્યો છે. જાહેરમાં ભાગ્યેજ દેખા દેતા સર ફ્રેડરિક અને પૂર્વ પત્ની લેડી બાર્કલે કોર્ટમાં સુનાવણી સમયે ઉપસ્થિત રહ્યાં હતાં.


comments powered by Disqus