થરાદની ચેકપોસ્ટ પાસેથી ડ્રગ્સ સાથે રાજસ્થાનનો શખ્સ ઝબ્બે

Tuesday 07th December 2021 15:49 EST
 

થરાદઃ ખોડા ચેકપોસ્ટ પરથી વાહનચેકિંગ દરમિયાન ગેરકાયદે માદક પદાર્થ રૂા. ૨.૪૦ લાખના મેફેડ્રોન ડ્રગ્સનો ૨૪ ગ્રામ જથ્થો સાથે પોલીસે રાજસ્થાનના એક શખ્સને ઝડપી લીધો હતો. થરાદ શહેર અને પંથકમાં છેલ્લા કેટલાક સમયથી યુવાધન નશીલા ડ્રગ્સનું સેવન કરીને બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું હોવા બાબતની અંગત જાણકારી થરાદના એ.એસ.પી. પુજા યાદવને મળી હતી. આથી તેમણે અંગત તપાસ કરતા આ કેફી દ્રવ્ય રાજસ્થાનથી આવતું હોવાનું પણ જાણવા મળ્યું હતું.
જે અન્વયે શનિવારે રાતે ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન ખાનગી ઇકો કારને ચેક કરતા અમરત ઉર્ફે અમૃતલાલ દેવાસી પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે તેની પાસેથી મોબાઇલ રૂ. ૩૦૦૦ તથા આધારકાર્ડ, પાનકાર્ડ, એ.ટી.એમ. કાર્ડ જેવા દસ્તાવેજ તથા રોકડ રકમ રૂ.૧૫૩૦ મળી કુલ રૂ. ૨,૪૪,૦૦૦ના મુદામાલ સાથે અટકાયત કરી હતી. આ મેફેડ્રોન ડ્રગ્સ પી.સી.બિશ્નોઇ પાસેથી ખરીદીને લાવેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે શખસ સામે ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિઝ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


comments powered by Disqus