અમદાવાદઃ કેન્દ્ર સરકારે પ્રત્યેક રાજ્યમાં એક શહેરને સોલાર સિટી તરીકે વિકસિત કરવા નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે ગુજરાતમાંથી દ્વારકા શહેરની પસંદગી કરવામાં આવી છે. સોલાર એનર્જીના પરિપ્રેક્ષ્યમાં પુનઃ ઉજાગર કરવા રાજ્ય સરકારે તો મોઢેરાના સોલાર વિલેજ બનાવવા નક્કી કર્યુ છે.
કેન્દ્રીય ઉર્જા વિભાગે ગુજરાતમાંથી દ્વારકા શહેરની પસંદગી કરી છે. આ ઉપરાંત બિહારમાં બોધગયા, હરિયાણામાં પંચકુલા, કેરળમાં તિરૂવંતમપુરમ, મધ્યપ્રદેશમાં સાંચી, ઓડિશામાં ભૂવનેશ્વર, ઉત્તરાખંડમાં દેહરાદૂન, પંજાબમાં અમૃતસરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

