ભરૂચ, નસવાડી અને સુરતમાં ધર્માંતરણ માટે રૂ.૧ કરોડનું ફંડ આપ્યું

Tuesday 07th December 2021 15:37 EST
 
 

વડોદરાઃ વિદેશી ફંડને વડોદરાથી ડાયવર્ટ કરવાના રૂ. ૮૦ કરોડના હવાલા રેકેટની તપાસામાં ભરૂચ અને આસપાસના જિલ્લામાં પણ ધર્માતરણ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ માટે આખરે ૧ કરોડનું ફંડ અપાયું હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. જે પૈકી જંબુસરના અલ-મહમુદ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મોહંમદ અજવદ ખાનીયાને ૨૫ જૂનના રોજ સલાઉદ્દીન શેખે આપેલા રોકડા ૨૭ લાખ વડોદરા એસઓજીએ કબજે લીધા હતા. તપાસમાં મૂળ ભરૂચના નબીપુરનો રહીશ અને હાલ યુકેમાં સ્થાયી થયેલો  મુખ્ય સૂત્રધાર અબ્દુલ્લાહ ફેંફડાવાલા હોવાનું બહાર આવ્યું હતું.  ફેંફડાવાલા, સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉમર ગૌતમે વારંવાર ભરૂચમાં મિટિંગ કરી ભરૂચ જિલ્લાના નબળા વર્ગના લોકોના ધર્માતરણ કરાવ્યું હોવાના પુરાવા એસઓજીને હાથ લાગ્યા હતા. સલાઉદ્દીન શેખે નસવાડી અને સુરતના સાત શખ્સોને લગભગ એક કરોડ રૂપિયા આપ્યાનો ઘટસ્ફોટ થયો હતો.


comments powered by Disqus