આણંદઃ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આઈસીએઆર) દ્વારા તાજેતરમાં વર્ષ ૨૦૨૦નું રેન્કીંગ જાહેર કરાયું હતું જેમાં વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૨૯માં પોઈન્ટથી ૨૦ માં પોઈન્ટે આણંદ કૃષિ યુનિવર્સિટીએ છલાંગ લગાવી છે. સામાન્ય રીતે આ રેન્કીંગ શિક્ષણની ગુણવત્તા, નવીન સંશોધનો તથા કૃષિ વિસ્તરણ ક્ષેત્રે થતી પ્રગતિના આધારે આપવામાં આવતું હોય છે. જેમાં ગુજરાતની ચારેય યુનિવર્સિટીઓને આણંદ કૃષિ યુનિવર્સિટીએ પાછળ રાખી દીધી છે.
આઈસીએઆર, નવી દિલ્હી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સમિતિની રચના કરી કૃષિ યુનિવર્સિટીના વિવિધ માપદંડો જેમ કે શિક્ષણની ગુણવત્તા, નવીનત્તમ સંશોધનો તથા કૃષિમાં થયેલી પ્રગતિના આધારે રેન્કીંગ આપવામાં આવે છે. સમગ્ર ભારતમાં કૃષિ શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃતિઓ માટે ચાર ડીમ્ડ, ત્રણ કેન્દ્રિય અને ૬૩ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે.
