પોરબંદર: ભારતની જળસીમામાંથી અનેક વખત પાકિસ્તાની માછીમારોની અટકાયત કરવામાં આવે છે ત્યારે કોસ્ટગાર્ડને મળેલી માહિતી મુજબ કાર્યવાહી કરીને બે પાકિસ્તાની ફિશિંગ બોટ અને તેમાં રહેલાં ૧૮ જેટલા માછીમારોની અટકાયત કરીને ઓખા લાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
ભારતીય જળસીમામાં પાકિસ્તાનની બે બોટો માછીમારી કરતી હોવાની માહિતી કોસ્ટગાર્ડની ફાસ્ટ પેટ્રોલ વેસલ અરિંજયને મળી હતી અને ત્યારબાદ તુરંત જ સ્થળ સુધી પહોંચી બન્ને ફિશિંગ બોટમાં રહેલા ૧૮ માછીમારોને ઝડપી લીધા હતા.

