માંડવીના બાડા સમુદ્ર કિનારે રૂ. ૩૫૦૦ કરોડનો કચ્છનો પ્રથમ સોડાએશ પ્રોજેક્ટ સ્થપાશે

Tuesday 07th December 2021 15:52 EST
 
 

માંડવીઃ તાલુકાના બાડામાં સમુદ્ર કિનારે ૩૫૦૦ કરોડના ખર્ચે સોડાએશનો કચ્છમાં સૌપ્રથમ પ્રોજેક્ટ દાલમિયા ગ્રૂપની ગુજરાત હેવી કેમિકલ્સ દ્વારા આકાર પામશે, જેને લઇને ૫૦૦ એકર જમીન સંપાદિત કરવામાં આવતા, માંડવી તાલુકામાં પ્રથમ ઉધોગ સ્થાપિત થવાની સાથે સ્થાનિક રોજગારીના નવા દ્વાર ખુલશે.કચ્છના સમુદ્ર કિનારે ખારા પાણીમાંથી કિંમતી બ્રોમીન, જીપ્સન અને નિમક પ્રોડક્ટ ભારતભરમાં સપ્લાય સ્થાનિકેથી થઈ રહ્યું છે,
સોડાએશ લાઇટ સોડા જે ડિટર્જન્ટમાં ઉપયોગ થઈ રહ્યો છે તે કચ્છનો સૌપ્રથમ પ્રોજેક્ટ GHCL (ગુજરાત હેવી કેમિકલ્સ કંપની)દ્વારા બાડા ગામથી ચાર કિ.મી. દુર સમુદ્ર કિનારે આવી રહ્યો છે. પ્રોજેક્ટ કંપનીના મુખ્ય અધિકારી એન, એન. રાડિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયે ૮૫ ટકા ખાનગી અને ૧૫ ટકા સરકારી જમીન સંપાદિત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ૫.૫૦ લાખ ટન બીજા રાઉન્ડમાં ૫.૫૦ લાખ આવી રીતે ૧૧ લાખ ટન સોડાએશનો પ્રોજેક્ટ ૩૫૦૦ કરોડના ખર્ચે આકાર પામશે, જેમાં સ્થાનિક રોજગારીને પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી સ્થાનિક લોકો માટે રોજગારીના દ્વાર ખુલશે.
સોડાએશ, ડેન્શસોડા અને સોડિયમ બાયકાર્બોનેટનું ઉત્પાદન
સમુદ્રના ખારા પાણીમાંથી અગત્યની બનાવટો માટે ત્રણ પ્રકારની સોડાનું ઉત્પાદન થાય છે, જેમાં સોડાએશ ડિટર્જન્ટમાં ઉપયોગ થાય છે. ડેન્શસોડા કાચ બનાવવામાં જયારે સોડિયમ બાયકાર્બોનેટનો સોડા પ્રોસેસ પ્રક્રિયા પૂર્ણ કરીને ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ થાય છે.


comments powered by Disqus