યુકેથી આવનાર રાજકોટના પ્રૌઢ કોરોના પોઝિટિવ, દિલ્હી જ અટકાવાયા

Tuesday 07th December 2021 16:00 EST
 
 

રાજકોટઃ રાજકોટમાં ઓમિક્રોન વેરિયન્ટને લઈને તંત્ર એલર્ટ પર છે ત્યાં રાજકોટના એક પ્રૌઢ કે જે યુકેથી આવ્યા છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ આવ્યો છે. જોકે આ દર્દી હજુ રાજકોટ પહોંચ્યા જ નથી અને દિલ્હી એરપોર્ટ પર જ અટકાવી દેવાયા છે. ૫૫ વર્ષના પ્રૌઢ યુકેની ફ્લાઈટથી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યાંથી રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૨ માં આવેલા પોતાના ઘરે જવાના હતા. એરપોર્ટની બહાર નીકળે તે પહેલાં જ તેમના વેક્સિન સર્ટિફિકેટ ચકાસાયા હતા જેમાં તેઓએ એસ્ટ્રાજેનેકા રસી કે જે ભારતમાં કોવિશિલ્ડ તરીકે વિકસિત કરાઈ છે તેના ૩ ડોઝ લીધા હોવાનું જણાવ્યું હતું તેમજ કોરોનાને લગતા કોઇ લક્ષણો પણ જોવા મળ્યા ન હતા. આમ છતાં નિયમ મુજબ વેક્સિન હોવા છતાં પણ હાઈરિસ્ક દેશમાંથી આવતા તમામ પ્રવાસીઓનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવાનું હોવાથી તેમના પણ ટેસ્ટ કરાયા હતા.


comments powered by Disqus