પાટડી: પાટડી તાલુકા સ્થિત કચ્છના નાના રણમાં યાયાવરર પક્ષીઓનો જમાવડો છે. ત્યારે ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતા યુરોપિયન રેડ બ્રેસ્ટેડ ગુઝ પ્રથમ વખત નળ સરોવળમાં જોવા મળ્યું હતું. બજાણાના સ્થાનિક ગાઈડના કેમેરામા કેદ થવા પામ્યું હતું. રેડ બ્રેસ્ટેડ ગુઝ, પાટડી તાલુકામાં આવેલ કચ્છના નાના રણમાં પ્રથમ વખત મહમાન બન્યું છે. સ્થાનિક ગાઈડ નાના રણમાં યાયાવર પક્ષીઓને કેમેરામાં કંડારી રહ્યા હતા. તે સમે રેડ બ્રેસ્ટેડ ગુઝ જોવા મળતા ચારેય ગાઈડ મિત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી. રાહુલ મેરાણીના જણાવ્યા મુજબ કચ્છના નાના રણમાં પ્રથમ વખત રેડ બ્રેસ્ટેડ ગુઝ જોવા મળ્યું છે. જે ગુજરાતમાં ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં પ્રથમ વખત નળ સરોવરમાં મહેમાન બન્યું હતું. બજાણા ઘુડખર અભ્યારણના આરએફએસઓએ જણાવ્યું હતું કે નાના રણમાં પ્રથમ વખત રેડ બ્રેસ્ટેડ ગુઝ મહેમાન બન્યું છે.

