રૂ. ૧૬.૫૧ કરોડના કૌભાંડમાં બેન્ક મેનેજર સહિત ૯ પકડાયા

Tuesday 07th December 2021 15:45 EST
 

સુરતઃ સુરતના રીંગરોડ સ્થિત તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્કમાંથી મશીનરી લોનના નામે રૂ. ૧૬.૫૧ કરોડનું કૌભાંડ ખુદ બેન્ક મેનેજરે બે લોન કન્સલટન્ટ, બે વેલ્યુઅર, ૧૭ લોનધારકો સાથે મળીને આચરતાં પોલીસે થોડા દિવસ અગાઉ કુલ ૨૨ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કૌભાંડની તપાસ કરી રહેલી આર્થિક ગુના નિવારણ શાખાએ આ પ્રકરણમાં બેન્ક મેનેજર, વેલ્યુઅર સહિત ૯ની ધરપકડ કરી હતી.
મૂળ ધ તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્કના આસિસ્ટન્ટ મેનેજર સૈયદ મોહમ્મદ મોઈદ્દીન બચ્ચાએ સુરતના સલાબતપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની બેન્કની રીંગરોડ શાખામાંથી વર્ષ ૨૦૧૯માં તત્કાલિન મેનેજર સુંદર રાજેન્દ્રન સુમ્બીયાહએ લોન કન્સલ્ટન્ટ પુનિત નાનજીભાઈ વ્યાસ, નિલેશ નટુભાઈ નાગીરગરા, વેલ્યુઅર શરદ નારાયણ પાટિલ સાથે મળી ૧૭ લોનધારકોને પૂરતી ખરાઈ કરાવ્યા વિના રૂ. ૧૬.૧૬ કરોડની મશીનરી અને કેપિટન લોન આપી હતી.
જોકે, લોનધારકોને લોન મેળવ્યા બાદ તે રકમનો ઉપયોગ ધંધામાં કરવાને બદલે અંગત ઉપયોગમાં કરી લોનની રકમની ભરપાઈ કરી નહોતી. તમામે લોન માટે બોગસ ક્વોટેશન બીલ, ખોટા બેન્ક સ્ટેટમેન્ટ રજૂ કર્યા હતા.


comments powered by Disqus