વાપી પાલિકામાં ૩૭ બેઠક સાથે ભાજપનો ભગવો લહેરાયો

Tuesday 07th December 2021 15:44 EST
 

ગાંધીનગરઃ નવસારી લોકસભા મત વિસ્તારમાં આવતી વાપી નગર પાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠક માટે યોજાયેલી ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યો છે.
પરંતુ સ્થાનિક રાજ્ય સ્વરાજ્યની ચૂંટણીમાં જેવી રીતે પાટીલના જ સુરતમાં આમઆદમી પાર્ટીના ૨૧ કોર્પોરેટર ચૂંટાયા હતા એમ વાપી પાલિકામાં ભાજપનું સંખ્યાબળ વધવાને બદલે ૪૧થી ઘટીને ૩૭ થયું છે. આની લીધે કોંગ્રેસે ભાજપની રીતિનીતિ, કાર્યશૈલી પર પ્રહારો કરવાની તક જતી કરી નથી.


comments powered by Disqus