વેક્સિનેશનમાં ગુજરાતે વિશ્વભરમાં ડંકો વગાડ્યો, દર ૧૦૦ વ્યક્તિએ ૧૬૯.૨ ડોઝ

Thursday 09th December 2021 02:34 EST
 
 

અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ સામે ગુજરાતના નાગરિકોની ઇમ્યુનિટી પાવર ફૂલ બને તેના માટે વેક્સિનેશનની કામગીરીમાં ગુજરાતે વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં દર ૧૦૦ વ્યક્તિએ ૧૬૯.૨ ડોઝ પૂર્ણ કરી દેવાયાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે, જે દુનિયાના વિકસિત દેશોની સરખામણીએ વધુ છે. UK, USA, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઇટલી સહિતના દેશોને ગુજરાતે વેક્સિનેશનમાં પાછળ છોડી દીધા છે.
સરકાર દ્વારા તાજેતરમાં દેશના વિવિદ રાજ્યોની વિકેસ્નેશનની સ્થિતિ અને અન્ય દેશોની સ્થિતિના આંકડા જાહેર કર્યા છે. જાહેર થયેલા આંકડામાં ગુજરાત દુનિયાના વિકસીત દેશોની સરખામણીએ અગ્રેસર રહ્યું છે. વેક્સિનેશનના આંકડા દર એક વ્યક્તિએ લીધેલ બે ડોઝના આધારે પ્રસિદ્ધ કરાયાં છે. ૧૦૦ વ્યક્તિએ ૨૦૦ ડોઝ લેવાના થાય છે, જેમાં ગુજરાતે દર ૧૦૦ વ્યક્તિએ ૧૬૯.૨ ડોઝ પૂરા કર્યાં છે. જેની સરખામણીએ વિકસીત દેશો પાછળ છે. યુકેમાં દર ૧૦૦ વ્યક્તિએ ૧૬૨.૮ ડોઝ, ફ્રાન્સમાં ૧૬૬.૯, યુએસએમાં ૧૩૮.૪, જર્મનીમાં ૧૫૩.૬, કેનેડામાં ૧૬૪.૭, ઇટાલીમાં ૧૫૯, નેધરલેન્ડમાં ૧૬૮.૮, ફીનલેન્ડમાં ૧૬૭.૫, સ્વીડનમાં ૧૬૫.૮, મેક્સિકોમાં ૧૫૭.૯, સ્વિઝર્લેન્ડમાં ૧૪૮.૮, સાઉદી અરેબિયામાં ૧૪૭.૯, હંગેરીમાં ૧૩૭ વિએતનામમાં ૧૩૦.૭ અને રશિયામાં દર ૧૦૦ વ્યક્તિએ ૧૦૭.૩ ડોઝ અપાયાં છે. જે ગુજરાતની સરખામણીએ ઘણી ઓછી સંખ્યા છે.


comments powered by Disqus