સુરતમાં વિશ્વનો સૌથી મોટો જ્વેલરી મોલ બનાવાશે

Tuesday 07th December 2021 15:41 EST
 
 

સુરત: ડાયમંડ અને ટેક્સ્ટાઈલ હબ ગણાતા સુરત શહેરમાં ખજોદ ખાતે નવનિર્મિત ડાયમંડ બુર્સ બાદ હવે આગામી દિવસમાં ઈચ્છાપોર સ્થિત જેમ એન્ડ જ્વેલરી પાર્કની ૧૦ લાખ સ્કેવર ફૂટ જગ્યા પૈકી ૫૫ હજાર સ્કેવર ફૂટમાં વિશ્વનો સૌથી મોટો જ્વેલરી મોલ બનાવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરિંગ વ્યવસાયને પ્લેટફોર્મ મળે તે હેતુથી મોલનું નિર્માણ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
શહેરના ખજોદ વિસ્તારમાં નિર્માણાધીન ડાયમંડ બુર્સનું કામ અંતિમ તબક્કામાં છે. દેશ-દુનિયામાં જે રીતે ડાયમંડ માટે સુરત જાણીતું છે તેવી જ રીતે ડાયમંડ બુર્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરરને પ્લેટફોર્મ મળે તે દિશામાં પ્રયાણ કરતાં ઈચ્છાપોર સ્થિત જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં વિશ્વનો સૌથી મોટો જ્વેલરી મોલ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમ એન્ડ જ્વેલરી પાર્કની ૧૦ લાખ સ્કેવર ફૂટ જગ્યા પૈકી ૫૫ હજાર સ્કેવર ફૂટમાં મોલ તૈયાર કરવામાં આવશે.
૮.૫૦ લાખ સ્કેવર ફૂટના બાંધકામમાં ૮૫૦ કરોડના ખર્ચે અંદાજે ૮૫૦ જેટલા જ્વેલરી શો-રૂમ તૈયાર કરાશે.


comments powered by Disqus