સુરતમાં સવાણી પરિવાર દ્વારા ૧૩૫ દીકરીઓનું કન્યાદાન

Tuesday 07th December 2021 15:40 EST
 
 

સુરતઃ પી.પી. સવાણી ગ્રૂપ આયોજિત ભવ્ય લગ્ન સમારોહ ‘મહિયરની ચૂંદડી’ના પ્રથમ દિવસે ૧૩૫ દીકરીઓનાં લગ્ન સંપન્ન થયાં હતાં. લગ્ન દરમિયાન એક તરફ હિન્દુ વિધીથી લગ્ન, બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ, ત્રીજી તરફ ઇસાઇ વિધિથી લગ્ન તો ચોથા શીખ વિધિથી લગ્ન વિધિ યોજાઇ હતી. ચાર ધર્મની દીકરી એક જ સમારોહમાં પરણી હતી. નરેશભાઇએ પોતાની પુત્રવધૂ જાનકી અને આયુષીનું પૂજન કરી દીકરીઓનો મહિમા દર્શાવ્યો હતો. 


comments powered by Disqus