ઓસ્ટ્રેલિયામાં ૧૨ વર્ષના શુભને ફૂટબોલ રમવા કંઠી કાઢવા કહેવાયું, બાળકે કંઠી નહીં રમત છોડી દીધી

Tuesday 07th September 2021 11:42 EDT
 
 

રાજકોટ: મૂળ ભાવનગરના સિંહોર નજીકના ગામના હિમાંશુ પટેલ છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં પરિવાર સાથે રહે છે. ત્યારે આ પરિવારના ૧૨ વર્ષના બાળકે ફૂટબોલ રમતી વેળાએ કંઠી પહેરેલી હોવાથી તેને મેચમાંથી દૂર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી.
ત્યારે સમગ્ર વિવાદ અંગે શુભ પટેલના પિતા હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે તેઓ ઘણાં વર્ષોથી બ્રિસ્બેનમાં રહે છે, આખો પરિવાર સત્સંગી છે અને બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે. ૧૨ વર્ષનો શુભ પટેલ ઘરથી ૪૫ કિલોમીટર દૂર ક્લબમાં ફૂટબોલ રમવા માટે ગયો હતો. અહીં પહોંચતાં જ મેચ રેફરીએ શુભને ગળામાં પહેરેલી કંઠી કાઢી નાખવા કહેવાયું હતું. ત્યારે આ બાળકે “હું હિન્દુ સ્વામિનારાયણ છું” એમ કહી કંઠીને બદલે રમત છોડી દીધી હતી. બીજી તરફ, સમગ્ર વાત જાણી કોચે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી. ફૂટબોલ એસોસિયેશન દ્વારા શુભ તેમજ તેના પરિવારજનની આ બનાવ અંગે માફી માગી હતી અને કંઠી સાથે રમવા પરવાનગી આપી છે.


comments powered by Disqus