પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નાનકડા એવા ગઢ ગામની દીકરી ફિઝિયોથેરપિસ્ટ બની તાજેતરમાં જાપાન ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકની રમતોમાં ભારતના ખેલાડીઓને તંદુરસ્ત રાખવાની સાથે તેમને મજબૂત મનોબળ પૂરું પાડ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામની શિમોની શાહે એથ્લેટિક્સ ટીમના ખેલાડીઓની ફિજિયોથરપીસ્ટ તરીકે સેવા આપીને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ગઢ ગામ તેમજ દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શિમોની શાહે ભારતના ચુનંદા એથ્લેટિક્સ ખેલાડીઓ જેવા કે હિમાની દાસ, પૂઆમા, અનુરાની, વિસ્મયા, રેવતી, શુભા જેવા ખેલાડીઓને ફિટ રાખીને તૈયાર કરી ચુકી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ટીમના લોકોને નિવાસસ્થાને બોલાવી બે કલાક જેટલો સમય તેમની સાથે વિતાવ્યો હતો. ૭૫મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે દિલ્હી લાલ કિલ્લા ઉપર યોજાયેલ ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમમાં પણ
દરેકને આમંત્રણ આપીને મહેમાન બનવાનો લાભ આપ્યો હતો.

