જૂનાગઢમાં પત્નીએ વકીલ પતિનું ગળું કાપી હત્યા કરી નાખી

Tuesday 07th September 2021 11:48 EDT
 

જૂનાગઢ: શહેરમાં વકીલની હત્યાનો બનાવ બન્યો હતો. મંગલધામ વિસ્તારમાં ૩૨ વર્ષના વકીલ નિલેશ દાફડાની ગળુ કાપીને તેના ઘરમાં ખૂન કરાયું હતું. દારૂ પીને હેરાન કરતા પતિને નિંદ્રાધીન હાલતમાં પત્નીએ પતાવી દીધા હતો. મધુરમ વિસ્તારમાં આવેલા મંગલધામ વિસ્તારમાં રહેતાં ૩૨ વર્ષના વકીલ નિલેશ દાફડાની ગળુ કપાયેલી લાશ આજે તેના જ ઘરમાંથી મળી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.


comments powered by Disqus