લુણાવાડા: લુણાવાડા તાલુકાના ટીંટોઈ ગામની સીમમાંથી હત્યા કરાયેલ લાશ મળવાના મામલે પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. જીવ ગુમાવનાર મૃતક યુવકને પ્રેમ સંબંધ હોવાથી પિતાએ દીકરીના પ્રેમીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પુત્રીના પ્રેમીની હત્યા કર્યા બાદ લાશને અવાવરૂ કુવામાં નાખી દીધી હતી. લુણાવાડા તાલુકાના ટાંટોઇ ગામના બળવંતસિંહ બારિયાની દીકરીને ગામના જ શૈલેન્દ્ર બારિયા સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. બંને પ્રેમી પંખીડા અવાર નવાર ગામના ખેતરમાં મુલાકાત કરતા. ખેતર માલિકે યુવતીના પિતાને આ વાતની જાણ કર્યા બાદ યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે જગ્યા પર પ્રેમી પંખીડા મળતાં હતા તે સ્થળે તારની વાડમાં કરંટ મુકી દીધો. પ્રેમી યુવક આવીને તારની વાડ અડતાં જ કરંટથી મોત નીપજ્યું હતું.
