પ્રમુખસ્વામીના ગામ ચાણસદમાં બની રહ્યો છે લેકફ્રન્ટ પ્રોજેક્ટ

Tuesday 07th September 2021 12:17 EDT
 

વડોદરાઃ વિશ્વ વંદનિય વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થળ ચાણસદ ગામ ખાતે આકાર લઈ રહેલા પ્રાસાદીક તળાવ યાને ‘લેક બ્યુટિફિકેશન પ્રોજેક્ટ’ની વડોદરા કલેક્ટરે આર. બી. બારડે બ્રહ્મવિહારી સ્વામી ઉપસ્થિતિમાં મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રમુખસ્વામી મહારાજે આ ગામમાં ૧૮ વર્ષ ગાળ્યા હોવાથી સરોવરની આસપાસ ૧૮ દેરી અને એક સેતુનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં પ્રમુખસ્વામીના જીવનકાળ દરમિયાનના વિવિધ સીમાચિહ્નરૂપ કાર્યો દ્રશ્યમાન કરવામાં આવશે. પ્રમુખસ્વામીએ આ સરોવરમાં સ્નાન કર્યું હતું તેથી તેની યાદગીરીરૂપે પર્યાવરણને કેન્દ્રમાં રાખીને સમગ્ર સરોવર પરિસરનો વિકાસ વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ તરીકે ગુજરાત ટુરિઝમના સહયોગથી થઈ રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સહયોગથી ચાલતો આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ ટુરિઝમ સ્પોટ બની રહે તે પ્રકારનું આયોજન છે. 


comments powered by Disqus