ભાદરવી પૂનમના મેળા પૂર્વે જ લાખો પદયાત્રીઓ અંબાજી પહોંચ્યા

Tuesday 07th September 2021 12:03 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણ કાબૂમાં છે અને તેની સામે રસીકરણ પણ પૂરજોરમાં ચાલી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર ભાદરવી પૂર્ણિમા તથા નવરાત્રિ જેવાં પ્રસંગોને લઇને કેટલીક છૂટછાટ જાહેર કરી શકે છે. એક જ મહિનામાં કુલ ૨૦૦ સંઘ અંબાજી પહોંચ્યા છે.
ભાદરવી પૂર્ણિમાએ યાત્રાધામ અંબાજીમાં પરંપરાગત રીતે યોજાતો મેળો આ વર્ષે મોકૂફ રાખવાને બદલે નિયંત્રણો સાથે યોજાઈ શકે છે. માત્ર પરંપરાગત રીતે વર્ષોથી આવતાં પગપાળા સંઘોમાં અમુક સંખ્યામાં લોકોને જ ભાદરવી પૂર્ણિમાએ ધજા ચઢાવવા અને દર્શન કરવાની મંજૂરી મળી શકે છે. અહીં બેકાબૂ ભીડ ન થાય તે માટે વિવિધ સંઘના પચીસેક લોકોને જ અગાઉથી કરેલી નોંધણી પ્રમાણે છૂટ આપવાનો વિચાર કરાઈ રહ્યો છે.
નવરાત્રિમાં અમુક કલાકો માટે શેરી-ગરબાની છૂટછાટ મળી શકે
ગરબા અને નવરાત્રિની પરંપરા જળવાય તે હેતુથી કોમર્શિયલ ગરબા આયોજનને બદલે શેરી ગરબાની મંજૂરી આપવા અંગે સરકારનું વલણ નરમ છે. જો કે આ સ્થળોએ ગરબા અમુક કલાકો પૂરતાં જ યોજી શકાશે અને ગરબામાં આયોજકો તથા ભાગ લેનારાં સૌએ માસ્ક, ડિસ્ટન્સિંગ તેમજ અન્ય ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.


comments powered by Disqus