ભાનુશાળી હત્યા કેસઃ સાક્ષી પર હુમલા મુદ્દે જયંતી ઠક્કર સહિત એકની ધરપકડ

Tuesday 07th September 2021 12:02 EDT
 

ભુજઃ જયંતી ભાનુશાળી મર્ડર કેસનાં મહત્ત્વના સાક્ષી અને ભુજના સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ હેનરી જેમ્સ ચોકો પર માર્ચ ૨૦૧૯માં થયેલા હુમલાના ષડયંત્રમાં સંડોવણી ખૂલતાં પોલીસ દ્વારા જયંતી ઠક્કર તથા નખત્રાણાના નવુભા સોઢાની ધરપકડ કરવામાં આવી હતી. ભૂજના હોસ્પિટલ રોડ પર ચાકો પર બે અજાણ્યા શખ્સોએ બેઝબોલ સ્ટીકથી હુમલો કર્યો હતો. જે બનાવ મામલે ચાકોએ ભુજ બી. ડિવિઝન પોલીસ સ્ટેશને જયંતી ઠક્કર હુમલો કરાવ્યાની શંકા દર્શાવીને ફરિયાદ નોંધાવી હતી. અંગત અદાવતમાં જયંતીએ હુમલો કરાવ્યો હોવાનું ચાકોએ જણાવ્યું હતું. હુમલાના બનાવમાં નખત્રાણાના નવુભા સોઢાની પણ સક્રિય સામેલગિરી હોવાનો આરોપ થયો હતો. બીજી તરફ આ સમયગાળા દરમિયાન ભાનુશાળી હત્યા કેસની તપાસ કરી રહેલી એસઆઈટી સમક્ષ એવી રજૂઆત થઈ કે, આ હુમલો હેન્રી જેન્સ ચાકોની હત્યાનું પૂર્વ આયોજિત
ષડયંત્ર છે.


comments powered by Disqus