મુખ્યપ્રધાન રૂપાણીના દુબઇ પ્રવાસની મંજૂરી પીએમઓમાં અટવાઇ

Tuesday 07th September 2021 17:01 EDT
 
 

ગાંધીનગરઃ દુબઇ ખાતે પહેલી ઓક્ટોબરથી યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત હાલ અનિશ્ચિત હોવાનું જાણવા મળ્યું છે. રૂપાણીના દુબઈ પ્રવાસની મંજૂરી પીએમઓમાં રોકાઈ છે.
દુબઈના વર્લ્ડ એક્સપોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારે પણ સ્ટોલ રાખ્યો છે. ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાતનાં વિવિધ ક્ષેત્રોનું પ્રમોશન થવાનું છે. બીટુબી અને બીટુજી મીટિંગ ઉપરાંત એમઓયુ પણ કરાશે. ગુજરાત સરકારના અધિકારીઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓનું ડેલિગેશન આ એક્સપોમાં જોડાવાનું છે.


comments powered by Disqus