રાજકોટ એરપોર્ટ પર પાંચમાંથી ચાર ડેઇલી ફ્લાઇટ

Tuesday 07th September 2021 11:44 EDT
 
 

રાજકોટ: રાજકોટનું ડોમેસ્ટિક એરપોર્ટ હવે અગાઉની માફક ધમધમવા માંડ્યું છે. રાજકોટ એરપોર્ટ પરથી યાત્રિકોની સૌથી વધુ પ્રવાહ મુંબઇ માટેનો હોવાને કારણે કુલ પાંચ ડેઇલી ફ્લાઇટમાંથી ચાર ફ્લાઇટ દરરોજ મુંબઇ માટે આવાગમન કરે છે. જ્યારે એક ડેઇલી ફ્લાઇટ દિલ્હી માટેની છે. જેમાં દિલ્હી-રાજકોટ-ગોવા તેમજ ગોવ-રાજકોટ-હૈદરાબાદની ફ્લાઇટ દર મહિનામાં સોમ,બુધ, શુક્ર, રવિવારે આવાગમન કરશે. દિલ્હી માટે ડેઇલી ફ્લાઇટ ઉપરાંત અન્ય પણ વધારાની ફ્લાઇટનો વિકલ્પ યાત્રિકોને મળી રહેશે.


comments powered by Disqus