રાજકોટના રાજપરિવાર પાસે રૂ. ૨૦,૦૦૦ કરોડની મિલકત, માત્ર પેલેસની જ કિંમત રૂ. ૫૦૦ કરોડ

Tuesday 07th September 2021 11:40 EDT
 

રાજકોટ: રાજકોટના રાજવી પરિવારમાં મિલકતનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ ઉપરાંત સિવિલ કોર્ટમાં સ્વ.મનોહરસિંહજીના વીલ વિરુદ્ધ પણ દાવો મંડાયો છે. માધાપરની જમીન ૫૭૫ એકર છે. જ્યારે સરધારમાં દરબારગઢ અને બગીચો છે આ બંનેની જ કિંમત ૧૫૦૦ કરોડ રૂપિયાથી વધુની થાય છે. રાજપરિવારની મિલકતોમાં આ બંને હિસ્સા તો ખૂબ નાના છે તેમની પાસે એ સિવાયની પણ કરોડો રૂપિયાની મિલકત છે. જેમાં પેલેસ રોડ પર આવેલો મહેલ જ તેમજ રાંદરડા તળાવ પર આઉટ હાઉસ તેમજ જમીન, કરોડો રૂપિયાના દેના બેંક હાઉસનો પણ સમાવેશ થાય છે. માત્ર મહેલની જ વાત કરીએ તો તે જે જગ્યા પર છે તેની જમીનની જ કિંમત રૂ. ૫૦૦ કરોડથી વધુની થાય છે. મહેલમાં રાખવામાં આવેલી એન્ટિક વસ્તુઓ તેમજ ઈતિહાસમાં રાજાઓએ કરેલા શિકારની ટ્રોફી જેવી કે વાઘ, સિંહ, રીંછ સહિતના પ્રાણીઓના ચામડા કે જેનું મૂલ્ય હજુ સુધી આંકી શકાયું નથી. એક અંદાજ મુજબ રાજપરિવાર પાસે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની મિલકત છે તેમ રાજવી સ્વ.પ્રદ્યુમનસિંહજીના પ્રપૌત્ર રણશૂરવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
રાજકોટ સ્ટેટ પાસે રહેલી મિલકતો પૈકી કેટલીકની વિગતો
• રણજિત વિલાસ પેલેસ (૩૦૦૩૫ ચો. મીટર, અંદાજિત કિંમત રૂ. ૫૦૦ કરોડ) • શ્રી લાખાજીરાજ જિનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી(જમીન ૩૦૩૩૭ ચો. મીટર, અંદાજિત કિંમત રૂ. ૪૦૦ કરોડ) • રાજશ્રૃંગી બિલ્ડિંગ પેલેસ રોડ(૨૪૮૦ ચો. મીટર, ૬૦ કરોડ રૂ.) • દેના બેંક હાઉસ • સરધાર દરબારગઢ(૩૨૨૫ ચો. મીટર) • સરધાર દરબારગઢ બગીચો (૫૪૬૫ ચો. મીટર) • જૂનો દરબારગઢ (૧૦૫૬૦ ચો. મીટર, આશરે રૂ. ૧૧૦ કરોડ) • રાંદરડા લેક ફાર્મ (૧૪૦૬૩૦ ચો. મીટર, રૂ. ૨૪૦ કરોડ) • રાંદરડા લેક ફાર્મ લાગુ જમીન (૭૯૯૩ ચો. મીટર) • પિંજારાવાડી ( ૬ એકર) • કુવાડવા રોડ પર ૧૨૯ પૈકી ૩ ની ૧૨૧૪ ચો. મીટર જમીન • માધાપર વીડી જમીન (૬૮૫ એકર, રૂ. ૩૦૦૦ કરોડ) • મુંબઈમાં નરેન્દ્ર ભુવનમાં ૧૧ ફ્લેટ • રેલવે ગોડાઉન • આશાપુરા મંદિર અને ટ્રસ્ટ • શ્રી લાખાજીરાજ ડેરી ફાર્મ (સરવે નં. ૯૧-૩, ૯૨, ૧૨૯ની એકર ૯.૨૫ ગુંઠા જમીન) • વડીલોપાર્જિત હીરા-ઝવેરાત આભૂષણો • ચાંદીની બગીઓ • ૧૦ વિન્ટેજ કાર • એન્ટિક ફર્નિચર અને હથિયાર


comments powered by Disqus