નડિયાદ: યાત્રાધામ વડતાલમાં સંત સેવા કરતા પાર્ષદે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવની જાણ થતા મંદિરના સત્તવાળાઓએ આરોપી પાર્ષદને પોલીસને સોંપી દીધો હતો.
૩૦ વર્ષ અગાઉ મધ્ય પ્રદેશથી વડતાલ આવેલા આરોપી સોહન ભગત લક્ષ્મીનારાયણ નામના સંતને પોતાના ગુરૂ બનાવી તેમના સેવા કરતો હતો. ૪૭ વર્ષીય આરોપી સોહને ગામમાં જ રહેતી સાત વર્ષની બાળા પર નજર બગાડી હતી. દીકરીના પરિવારને કહ્યું કે, લાવો દિકરીને ગોમતીઘાટ પર ફરવા લઇ જાઉ. પરિવારે ભરોસો રાખી બાળકી પાર્ષદ સોહન સાથે મોકલી હતી. પરંતુ હવસખોર સોહને ગામમાં આવેલા પોતાના ભાણેજના બંધ મકાનમાં લઇ જઇ આ સાત વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટના અંગે બાળકીના પરિવારાને જાણ થતા તેઓએ સૌપ્રથમ પાર્ષદના ધર્મગુરૂને જાણ કરી હતી. જેથી સમગ્ર મામલો મંદિર સુધી પહોંચ્યો હતો. મંદિરના સંતોએ મામલાની ગંભીરતાને લઇ ખુદ પોલીસને જાણ કરતાં ચકલાસી પોલીસે સ્થળ પર પહોંચી સોહનની ધરપકડ કરી. આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

