વડોદરાઃ યુપીના ધર્માન્તરણ પ્રકરણમાં ફંડિંગ કરનાર વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીનના નિકટના મનાતા મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઇઝર મહંમદ હુસૈનની ધરપકડ કરી રિમાન્ડ લેવામાં આવ્યા છે. આફમી ટ્રસ્ટે પાંચ રાજ્યોની ૧૦૩ મસ્જિદોને મદદ કરી હોવાની વિગતો ખૂલતાં પોલીસે ગુજરાતની આઠ મસ્જિદોને કરેલી મદદની તપાસ શરૂ કરી છે.આ પૈકી ભૂજની છ મસ્જિદોને મદદ કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.
