સરસ્વતી નદીના કાંઠે ૧૨૦ ફૂટ લાંબો સરસ્વતી ઘાટ બનશે

Tuesday 07th September 2021 11:57 EDT
 
 

પાટણઃ સરસ્વતી નદીના કાંઠે નિર્માણ થયેલ સહસ્ત્ર તરુવનમાં સરસ્વતીના ઉપાસકો દ્વારા સરસ્વતી ઘાટ બનાવવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવનાર છે. પાટણ સરસ્વતી નદીના કાંઠે મિશન ગ્રીન ટીમ દ્વારા પર્યાવરણની જાળવણી માટે એક કિલોમીટર લાંબા નદીના પટમાં વૃક્ષોની હરિયાળી ઊભી કરી નયનરમ્ય સહસ્ત્ર તરૂવન બનાવી અંદર નેપાળના પશુપતિનાથ પ્રતિકૃતિ સમાન આનંદેશ્વર મહાદેવનું મંદિર બનતાં શહેરમાં તરુવન સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ત્યારે સ્થળ વધુ રમણીય બને અને પર્યાવરણની જાળવણી પણ થાય તેવા હેતુથીમાં સરસ્વતીની વંદના માટે નદીકાંઠે સહસ્ત્ર તરુવનમાં બનેલા સરસ્વતી વનમાં આર્યવ્રત નિર્માણ અને સરસ્વતી ઉપાસકોએ સાથે મળી સરસ્વતીના મંદિર સાથે તળાવ અને પંથ મળી ૧૨૦ ફૂટથી લાંબો સરસ્વતી ઘાટ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. અંદાજે બે વર્ષમાં આ ઘાટનું કામ પૂર્ણ કરાશે.


comments powered by Disqus