સોમવતી અમાસે મંદિરોમાં શ્રદ્ધાળુઓનો મહાસાગરઃ ભાવિકોએ ભાવભેર કર્યું પિતૃતર્પણ

Tuesday 07th September 2021 11:47 EDT
 
 

દ્વારકાઃ શ્રાવણમાસના અંતિમ દિવસ સોમવતી અમાસે યાત્રાધામ દ્વારકામાં હજારો ભાવિકો પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. યાત્રાધામમાં અમાસના પવિત્ર દિને પવિત્ર સ્નાન કરી ઠાકોરજીના દર્શનનું વિશેષ મહત્વ હોય તેમાં પણ સોમવતી અમાસે સદીઓ જૂની પરંપરા અનુસાર હજારો ભાવિકોએ પાવન ગોમતી સ્થાન કરી છપ્પન સીડી ચઢી સ્વર્ગ દ્વારા વાટે જગતમંદિરમાં પ્રવેશી ઠારોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે શાસ્ત્રીઓ પિતૃ તર્પણનું અનેરું મહત્વ દર્શાવ્યું છે.ત્યારે રાજકોટના ગ્રામદેવતા અને આસ્થાનું કેન્દ્ર એવા રામનાથ મહાદેવ મંદિરે પીપળાના વૃક્ષના મૂળમાં પાણી રેડીને શ્રદ્ધાળુઓએ પિતૃ તર્પણ કર્યું હતું. ભગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું કે વૃક્ષમાં હું પીપળો છું પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે એવી શ્રદ્વા સાથે સોમવતી અમાસે પીપળાના વૃક્ષ થકી ઓમ સર્વેભ્યો પિતૃભ્યો નમઃ અને તસ્મૈ સ્વધા નમઃ ના મંત્ર સાથે પિતૃઓને પાણી પીવડાવવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સાથે સોમવતી અમાસના દર્શનનો પણ બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.


comments powered by Disqus